પણજીઃ ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયેલ છે. ગોવામાં અત્યાર સુધીમાં 83 મતદાતાઓએ મતદાન કર્યું છે. જે ગઇ ચૂંટણીની સરખાણણીમાં કરતા વધારે છે. મતદાનની શરૂઆત સવારે 7 વાગે થઇ હતી. આ ચૂંટણીમાં 250 ઉમેદવારોની ભાવી ઇવીએમ મશીનમાં શીલ થઇ ગયા છે. રાજ્યમાં 1,642 મતદાન મંથકોમાં 11 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ, આપ અને એમજીપી ના નેતૃત્વ વાળા ગઠબંધન મુખ્ય જંગ હતો. આ વખતે મોટી સંખ્યામાં યુવા ચહેરા ચૂંટણી મેદાનમાં છે. સાથે જ ગોવાના પાંચ મુખ્યમંત્રી ચર્ચિલ અલેમાઓ, પ્રતાપસિંહ રાણે, રવિ નાઇક, દિગંબર કામત અને લૂઇઝિન્હા ફ્લેરેયો સિવાય હાલના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પાર્સેકરના રાજકીય ભવિષ્યનો નિર્ણય થશે.