Not Set/ ચાણસ્મા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ, જાણો શું આવ્યા પરિણામ…

કોરોનાનાં કાળા કાળમાં પાટણ જીલ્લાનાં ચાણસ્મા તાલુકામાં તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખનાં ચયન માટેની ચૂંટણી યોજાઇ હતી. ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે માલતદાર હિમાશુભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપમાંથી 12 સભ્યોના ટેકા સાથે ઇબ્રાહિમભાઈ સોલંકીએ ઉમેદવારી કરી હતી. સામે પક્ષે કોંગ્રેસમાંથી  5 સભ્યોનાં ટેકા સાથે સરલાબેન ઠાકોરે ઉમેદવારી કરી હતી. ચાણસ્મા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખનાં ચયન માટે ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો ચૂંટણીમાં હાજર […]

Gujarat Others
c7158ced22460ff881f6cc87e4f36e56 ચાણસ્મા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ, જાણો શું આવ્યા પરિણામ...

કોરોનાનાં કાળા કાળમાં પાટણ જીલ્લાનાં ચાણસ્મા તાલુકામાં તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખનાં ચયન માટેની ચૂંટણી યોજાઇ હતી. ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે માલતદાર હિમાશુભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપમાંથી 12 સભ્યોના ટેકા સાથે ઇબ્રાહિમભાઈ સોલંકીએ ઉમેદવારી કરી હતી. સામે પક્ષે કોંગ્રેસમાંથી  5 સભ્યોનાં ટેકા સાથે સરલાબેન ઠાકોરે ઉમેદવારી કરી હતી.

ચાણસ્મા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખનાં ચયન માટે ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો ચૂંટણીમાં હાજર રહી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, ચાણસ્મા તાલુકા પંચાયતમાં ભાજપનું સંખ્યા બળ 12 નું છે, જ્યારે કોંગ્રેસનું સંખ્યા બળ 5નું છે. આજ તર્જ પર ચૂંટણીમાં પણ ભાજપની બહુમતી સ્પષ્ટ જોવા મળી હતી અને ભાજપનાં ઉમેદવારને 12 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને પણ પોતાના તમામ 5 સભ્યોનાં મત મળ્યા હતા. 

ભાજપના ઉમેદવાર ઇબ્રાહિમ ભાઈ સોલંકીનો આ ચૂંટણીમાં બહુમતી સાથે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સરલા બેન ઠાકોર નો 7 મતે પરાજય થતા, ભાજપનાં ઇબ્રાહિમ ભાઈ સોલંકીનું ચાણસ્મા તાલુકા પંચાયતનાં નવા ઉપપ્રમુખ તરીકે ચયન થયું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….