ચીને થોડા દિવસોમાં જે રોકેટ લોન્ચ કર્યું હતું તે હવે અવકાશથી એટલાન્ટિક સમુદ્રમાં પડ્યું છે. 100 ફુટ લાંબો અને 16 ફુટ પહોળો આ રોકેટ અનિયંત્રિત થઇને પડી ગયુ છે. યુએસ સૈન્ય તેને સતત નિહાળી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાયકાઓમાં એક પદાર્થ અવકાશની કક્ષાથી જમીન પર પડતો હોય છે. 5 મે નાં રોજ, ચીને વેનછાંગ લોંચ સેન્ટરથી લોંગ માર્ચ 5 બી રોકેટ લોન્ચ કર્યું હતું.
ચીનની સરકારી ચેનલ સીસીટીવી અનુસાર, ચીને પોતાનું સૌથી મોટું કેરિયર રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે જે નવી પેઢીનાં અવકાશયાનને લઇને લોન્ચ થયુ છે. ધ અપાચે ટાઇમ્સ દ્વારા કહેવામા આવ્યુ છે કે રોકેટ આશરે 8,000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું હતુ અને ત્યારથી તે પૃથ્વી તરફ આવી રહ્યુ હતુ. છેલ્લા 30 દાયકામાં આ પહેલી એવો ઓબ્જેક્ટ છે કે જે અવકાશમાંથી અનિયંત્રિત થઈ અને પૃથ્વી પર પડ્યુ છે. અમેરિકી સ્પેસ ફોર્સનાં 18 માં સ્પેસ કંટ્રોલ સ્ક્વોડ્રોને અહેવાલ આપ્યો કે, તે સોમવારે એટલાન્ટિક મહાસાગરમાં પડી ગયુ હતુ. 15 મિનિટથી ઓછા સમયમાં રોકેટ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યું અને સીધુ ન્યૂયોર્ક ઉપરથી સમુદ્રમાં પડી ગયું.
આ રોકેટનું વજન આશરે 20 મેટ્રિક ટન હતું. હાવર્ડનાં અંતરિક્ષ વિજ્ઞાનનાં અધ્યાપક જોનાથન મેકડોવેલનાં જણાવ્યા અનુસાર, વર્ષ 1991માં સોવિયત સંઘનાં સાલયુત 7 અંતરિક્ષ સ્ટેશનથી જમીન પર પડ્યો હતો. 5 માર્ચે ચીને ભારે રોકેટનાં ક્ષેત્રમાં પગ મૂક્યો છે. લોંગ માર્ચ 5 બી કેરોસીનથી ચાલતા એન્જિન પર ચાલે છે. ચીનની તરફથી માર્ચમાં કહેવામા આવ્યુ હતું કે, તેમનો હેતુ ક્રૂ વિના પ્રાયોગિક અવકાશયાન શરૂ કરવાનો છે. ચીને તેને તે વિસ્તૃત સ્પેસફ્લાઇટ પ્રોગ્રામનો ભાગ બતાવ્યો હતો જેમા આગામી સમયમાં અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.