અમેરિકાનાં વિદેશ સચિવ માઇક પોમ્પિઓએ ‘રીસિપ્રોકલ એક્સેસ ટૂ તિબ્બટ‘ એક્ટ હેઠળ ચીનનાં અધિકારીઓનાં એક સમૂહનાં વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. પોમ્પિઓએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું કે, ‘આજે મેં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનાં અધિકારીઓ પર વિઝા પ્રતિબંધની ઘોષણા કરી છે. આ અધિકારીઓ તિબ્બટમાં વિદેશીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં સામેલ હતા.”
પોમ્પિઓએ કહ્યું કે, ચાઇના અમેરિકન રાજદ્વારીઓ અને અન્ય અધિકારીઓ, પત્રકારો અને પ્રવાસીઓ દ્વારા તિબ્બટી સ્વાયત્ત ક્ષેત્ર (ટીએઆર) અને અન્ય તિબ્બટીય પ્રદેશોની મુલાકાતને સતત વિક્ષેપિત કરી રહ્યો છે. જ્યારે ચીની અધિકારીઓ અને અન્ય નાગરિકોને યુનાઇટેડ સ્ટેટ્સ આવવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી.
US Secretary of State Mike Pompeo announced visa restrictions on some Chinese officials under the Reciprocal Access to Tibet Act, 2018
Read @ANI Story | https://t.co/kmcj9nuc5K pic.twitter.com/N5WbajTij1
— ANI Digital (@ani_digital) July 7, 2020
Loading tweet…