ગલવાન ખીણમાં 20 ભારતીય સૈનિકોનાં મોત બાદ ભારત અને ચીનમાં તણાવ વધી રહ્યો છે. ભારતીય વાયુસેનાને સરહદ પર પાકિસ્તાન અને ચીનનાં બેવડા પડકારને પહોંચી વળવા લડાકુ વિમાનોની સખત જરૂર છે. આ પડકારનો સામનો કરવા માટે ભારતીય વાયુસેનાએ રશિયાથી 21 નવા મિગ-29 અને 12 એસયુ-30 એમકેઆઈની દરખાસ્ત સરકારને મોકલી છે. દરમિયાન રશિયાએ કહ્યું છે કે તે ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વિમાનોને વહેલી તકે ભારતને સોંપવા માટે તૈયાર છે.
એક રિપોર્ટ મુજબ, રશિયા અને ભારત સરકાર વચ્ચેનાં આ સોદા માટે મોસ્કો સંપૂર્ણ રીતે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા હાલમાં મિગ-29 લડાકુ વિમાનોને આધુનિક બનાવવા માટે રોકાયેલ છે. એકવાર આ વિમાનની આધુનિકીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી, આ વિમાન ચોથી પેઢીનાં ફાઇટર એરક્રાફ્ટની સમકક્ષ બની જશે. આધુનિકીકરણ પછી, મિગ-29 વિમાન રશિયા અને વિદેશથી આધુનિક શસ્ત્રો સાથે ખૂબ જ ઝડપી અને ઉંચાઇવાળા સ્થળોને ઉડાન ભરી શકશે. એટલું જ નહીં, આ વિમાન દુશ્મનોને ઓળખવામાં વધુ અસરકારક રહેશે. આધુનિક સામગ્રીઓ અને તકનીકની મદદથી આ વિમાન આગામી 40 વર્ષ સુધી ભારતીય વાયુસેનામાં સેવા આપી શકશે.
ભારત 12 સુખોઈ-30 એમકેઆઈ વિમાન ખરીદવા જઈ રહ્યું છે. ભારતમાં સુખોઇ વિમાનો આ વર્ષે જાન્યુઆરીમાં બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલથી સજ્જ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુખોઈ વિમાનોને હવાથી હવામાં મારનાર નવી મિસાઇલથી લૈસ કરવામાં આવશે. આ વિમાન ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનું એક મહાન પ્રતીક માનવામાં આવે છે. ભારતે 10 થી 15 વર્ષનાં સમયગાળા દરમિયાન એનેક વાર 272 એસયુ-30 લડાકુ વિમાનોનાં ઓર્ડર આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.