છત્તીસગઢનાં પૂર્વ મુખ્ય પ્રધાન અજિત જોગીની તબિયત વધુ ખરાબ થઇ છે, અજીત જોગીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તે કોમામાં ચાલ્યા ગયા છે. માહિતી અનુસાર તેમની હાલત ખૂબ જ નાજુક છે. આ સંબંધમાં રાયપુરની શ્રી નારાયણ હોસ્પિટલ વતી એક નિવેદન બહાર પાડીને માહિતી આપવામાં આવી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, અજિત જોગી કોમામાં છે, તેમના શરીર પર આપવામાં આવતી દવાની અસર જોવા માટે તેઓ આગામી 48 કલાક સુધી નજર રાખશે.
જણાવી દઈએ કે, અજિત જોગીને શનિવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમને તાત્કાલિક રાયપુરની શ્રી નારાયણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલનાં ડિરેક્ટર સુનિલ ખેમકાનાં જણાવ્યા અનુસાર, અજિત જોગીનાં હ્રદયનાં ધબકારા લગભગ બંધ થઈ ગયા હતા. પરંતુ હવે રિકવરી થઈ રહી છે. હાલમાં તેમની હાલત ચિંતાજનક છે. ડૉક્ટરોની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે.
Former Chhattisgarh Chief Minister Ajit Jogi is in a coma, his condition is critical. It will be ascertained in the next 48 hours how his body is responding to medicines: Shree Narayana Hospital, Raipur pic.twitter.com/Xg1uPQo5pf
— ANI (@ANI) May 10, 2020
હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે કે, અજિત જોગી શનિવારે સવારે તેમના બંગલાનાં બગીચામાં ફરતા હતા. આ સમય દરમિયાન તેમણે ગંગા આમલી ખાધી હતી. આમલીનું બીજ તેમના ગળામાં અટવાઈ ગયું હતુ. જેના થોડા સમય બાદ જ તેમને આ હુમલો થયો હતો. વળી પુત્ર અમિત જોગીએ પિતાનાં સ્વાસ્થ્યને લઈને એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરીને તેમણે લખ્યું છે કે પાપાની તબિયત ખૂબ ગંભીર છે. છત્તીસગઢવાસીઓની પ્રાર્થનાઓ અને ભગવાનની ઇચ્છા પર હવે બધું જ નિર્ભર છે. તે એક યોદ્ધા છે. અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં, તે આ સ્થિતિને હરાવીને ફરી એક વખત સ્વસ્થ અને અજય બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.