તમને અનન્યા પાંડેનો સ્ટ્રગલ યાદ છે? તમને તે ફોટો પણ યાદ હશે જેમાં અનન્યા પાંડે ફિલ્મફેરની ટ્રોફી ખોળામાં લઈને સૂઈ ગઈ હતી. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર -૨’ માટે તેને તે ટ્રોફી મળી હતી. હવે અન્ય એક સ્ટ્રગલર સ્ટાર કિડ ટાઇગર શ્રોફનો જમીન પર સૂતેલો ફોટો સામે આવ્યો છે. તેની માતા આયેશા શ્રોફે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ટાઇગરની માતા આયેશા શ્રોફે ટાઇગરનો જમીન પર સૂતેલો ફોટો શેર કરતાં લખ્યું- ‘મહેનત કર્યા પછી વ્યક્તિને સારી ઉંધ આવે છે. મને તમારા પર ખૂબ ગર્વ છે ટાઇગર શ્રોફ’
ઇન્સ્ટાગ્રામ પર, લોકો ટાઇગરની આ સાદગીની પ્રશંસા કરી રહ્યાં છે. ટાઈગર આ વર્ષે બાગી-3 માં જોવા મળ્યો હતો. તે પહેલાં, ગયા વર્ષે, વોર તેની સૌથી મોટી હિટ ફિલ્મ રહી હતી. તેમાં ટાઇગરની સાથે રિતિક રોશન પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મે 300 કરોડનો બિઝનેસ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.