દેશ કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યો છે, પરંતુ આ દરમિયાન પણ પાકિસ્તાને તેની હરકતો ચાલુ રાખી છે. જમ્મુ-કાશ્મીરનાં પુંછ સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. સેના દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ગઈકાલે રાત્રે પાકિસ્તાને પુંછ સેક્ટરમાં બિનઆયોજિત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આમા એક જવાન ઘાયલ થયો હતો, જેનું મોત નીપજ્યું છે. આજે ફરી એકવાર પાકિસ્તાને બારામુલ્લાનાં રામપુર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
Jammu and Kashmir: Pakistan violated ceasefire in Rampur Sector, Baramulla today morning.
— ANI (@ANI) June 14, 2020
આપને જણાવી દઇએ કે, સૈન્ય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યું છે, પાકિસ્તાન સતત યુદ્ધવિરામ દ્વારા આતંકવાદીઓમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓ વધારવા માટે પાકિસ્તાન સતત ઘુસણખોરી કરી રહ્યું છે. આ જોતાં ભારતીય સેનાએ પણ ખીણમાં ઓપરેશન ઝડપી બનાવી દીધુ છે. લોકડાઉન થયા બાદ સેનાએ 68 આતંકીઓને ઠાર કર્યા છે. જેમાં હિઝબુલ આતંકીઓની સંખ્યા વધારે છે. સુરક્ષા દળોએ આ વર્ષે અત્યાર સુધી વિવિધ એન્કાઉન્ટરમાં 100 થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
An Indian Army jawan lost his life in unprovoked ceasefire violations by the Pakistan Army in Poonch sector. The jawan was injured in the firing and succumbed to his injuries: Army officials https://t.co/YmoZwrx2eg
— ANI (@ANI) June 14, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.