જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની ટીમ પર આતંકવાદી હુમલાનાં અહેવાલ સામે આવવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, શ્રીનગરનાં નૌગામમાં સીઆરપીએફની પાર્ટીની 110 બટાલિયનો પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલામાં કોઈનાં ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા નથી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરૂ દેવામાં આવ્યુ છે.
Jammu and Kashmir: Terrorists attack a party of 110 battalion of CRPF (Central Reserve Police Force) in Nowgam, Srinagar. No injury reported so far. Area cordoned off. More details awaited.
— ANI (@ANI) September 21, 2020
આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓની યોજનાઓ પર પાણી ફેરવતી રહી છે. આ પહેલા શુક્રવારે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાનાં ત્રણ શંકાસ્પદ આતંકીઓની રાજૌરી જિલ્લામાંથી ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા હતા. જ્યારે સુરક્ષા દળોએ ગુરુવારે દક્ષિણ કાશ્મીરનાં પુલવામા જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મેળવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.