Not Set/ જાણી લેજો, આવા જ કોરોનાનાં વાહકો ફેલાવી રહ્યા છે સંક્રમણ, વધુ એક દર્દી હોસ્પિટલમાંથી ફરાર…

આ કોરોનાનાં વાહકો ક્યારે ઝપશે તે સમજાતું નથી અને લાગે છે કે જયારે સમજાશે ત્યારે બહુ મોડું થઇ ગયું હશે. જી હા, વિદિત વાત છે કે કોરોના સંપર્કથી સંક્રમણ પામે છે અને જ્યારે કોઇને કોરોના પોઝિટિવ આવ્યો હોય અને કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તો તેમણે તેમની પોતાના તરફની, પોતાના પરિવાર તરફની અને સૌથી પહેલા સમાજ […]

Ahmedabad Gujarat
cd79eb9a72a9be0e03ebfd05409f3ee0 જાણી લેજો, આવા જ કોરોનાનાં વાહકો ફેલાવી રહ્યા છે સંક્રમણ, વધુ એક દર્દી હોસ્પિટલમાંથી ફરાર...
cd79eb9a72a9be0e03ebfd05409f3ee0 જાણી લેજો, આવા જ કોરોનાનાં વાહકો ફેલાવી રહ્યા છે સંક્રમણ, વધુ એક દર્દી હોસ્પિટલમાંથી ફરાર...

આ કોરોનાનાં વાહકો ક્યારે ઝપશે તે સમજાતું નથી અને લાગે છે કે જયારે સમજાશે ત્યારે બહુ મોડું થઇ ગયું હશે. જી હા, વિદિત વાત છે કે કોરોના સંપર્કથી સંક્રમણ પામે છે અને જ્યારે કોઇને કોરોના પોઝિટિવ આવ્યો હોય અને કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તો તેમણે તેમની પોતાના તરફની, પોતાના પરિવાર તરફની અને સૌથી પહેલા સમાજ તરફની જવાબદારીનુ વહન કરી આરોગ્ય સબંધી માર્ગદર્શીકાનુ પૂર્ણ રીતે પાલન કરવું જોઇએ, બધુ કરવાની કે કરી આપવાની સરકારની જવાબદારી બીલકુલ નથી. પરંતુ અમુક લોકો કોરોનાનાં વાહકો હોય છે અને તે જ સાચા અર્થમાં કોરોનાના ફેલાવા માટે જવાબદાર પણ છે. જી હા આવા જ એક વાહક પલાયન થયા હોવાની વિગતો સામે આવી રહી છે. 

અમદાવાદની સમરસ હોસ્પિટલમાંથી કોરોના દર્દી ફરાર થયો છે. મહમદ સમિર ઈબ્રાહીમ નામના 22 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ હેવાનાં કારણે સંક્રમણ વધુ મ ફેલાય અને તેમના સ્વાસ્થ્યની યોગ્ય સંભાળ લઇ શકાય માટે તંત્ર દ્વારા સમરસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. મહમદ સમિર ઈબ્રાહીમનો  ગત 25 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હજુ તો ચાર દિવસ માંડ થયા છે ત્યાં મહમદ સમિર ઈબ્રાહીમે પોતાની જાતને કોરોના વાહક સાબિત કરી દીધી છે અને સારવાર દરમિયાન જ હોસ્પિટલમાંથી નાસી ગયો છે. બાપુનગરનો કોરોના પોઝિટિવ યુવક મહમદ સમિર ઈબ્રાહીમ નાસી જતા હોસ્પિટલ સત્તાવાળા ગત રાત્રે ત્રણ વાગ્યે આ મામલે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….