એસબીઆઇના હાલના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યની મુદત આ સપ્તાહમાં પૂરી થાય છે, ત્યારે રજનીશ કુમારની જાહેરાત કરવામાં આવી છે.
SBI ના નવા ચેરમેન રજનીશ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. એસબીઆઈનો વહીવટ 3 વર્ષ માટે હવે તેમના હાથ નીચે રહેશે.
રજનીશ કુમાર હાલ SBIના મેનેજિંગ ડાયરેક્ટર છે. તે 1980માં પ્રોબેશનરી ઓફિસર તરીકે બેન્કમાં જોડાયા હતા અને વિવિધ વિભાગોમાં કામ કરી ચૂક્યા છે.
2015માં બેન્કના MD બન્યા પહેલાં રજનીશ કુમાર 2014માં SBIના મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝન SBI કેપિટલ માર્કેટ્સના MD અને CEO હતા. અરુંધતી ભટ્ટાચાર્ય પણ SBIના CMD બન્યા પહેલાં SBI કેપ્સના ચેરમેન હતા.