૧૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્જો આબેએ અમદાવાદના સાબરમતી ખાતે દેશના પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ સાથે જ દેશમાં નવા રેલ યુગનો ઉદય થયો છે. આ બુલેટ યુગથી દેશને રફતારથી લઇ રોજગારી સુધીનું સર્જન થશે. બે મહાનગર મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી આ હાઈ સ્પીડ ટ્રેનથી નવા રફતારયુગનો પ્રારંભનો પ્રારંભ થશે.
જાણો, હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તમામ વિગત :-
ટ્રેનના રુટ :-
બે મહાનગર મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી આ હાઈ સ્પીડ ટ્રેન અમદાવાદના સાબરમતીથી શરુ થઇ ૧૨ સ્ટેશનોથી પસાર થશે.
સ્ટેશન :-
સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સૂરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે, બાંદ્રાકુર્લા
ટ્રેનનો ટ્રેક :-
- ૫૦૮ કિલોમીટરનું અંતર
- 468કિલોમીટર (૯૨ %)નો ટ્રેક એલિવેટેડ હશે.
- ૨૭ કિમી (૬ %)નો ટ્રેક ભોંયરામાંથી પસાર થશે.
- ૧૨ કિમીનો ટ્રેક જમીન પર
ટિકિટનો ભાવ શું હોઈ શકે ?
૨૭૦૦ રૂપિયાથી લઈને ૩૦૦૦ રૂપિયા સુધીનું ભાડુ હોઈ શકે છે.
પ્રોજેક્ટનો સમય અને ખર્ચ :-
પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરાશે. ૧.૧૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે જેમાંથી ૮૮૦૦૦ કરોડ રૂપિયાની લોન જાપાને ૦.૧ ટકા વ્યાજ પર આપી છે.
રોજગારની તકો સર્જશે :-
રોજગારની ૧૬૦૦૦ તકો આડકતરી રીતે ઊભા થવાની આશા છે. 4,000 કર્મચારી ઓપરેશન અને મરામત માટે તથા 20,000 મજૂરોની નિર્માણકાર્ય માટે જરૂર ઊભી થશે.