ચાર દિવસ પૂર્વે ભારે વરસાદમાં જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ પુનિતનગરમાં રહેતાં ભાવેશભાઈ સોલંકીની અઢી વર્ષીય પુત્રી રાધિકા નામની માસૂમ બાળકી પૂરના પ્રવાહમાં તણાઈ ગયા બાદ વ્યાપક શોધખોળ છતાં માસૂમ રાધિકાનો અત્તોપત્તો મળ્યો નહોતો.
બીજી તરફ આજ સવારથી જામનગર મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા સંયુકત રીતે લાપત્તા બાળકીને શોધવા સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું, અને ગાંધીનગર વિસ્તારના વોંકળાઓમાં સઘન શોધખોળ કરવામાં આવતાં કાદવ – કિચ્ચડમાંથી રાધિકાનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ભારે વરસાદમાં પિતાના હાથમાંથી રાધિકા છૂટી જતાં પૂરના પ્રવાહમાં માસૂમ રાધિકા તણાઈ ગઈ હતી, અને આજે રાધિકાનો મૃતદેહ મળી આવતાં સોલંકી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાથી આ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.