નવી દિલ્હીઃ નોટબંધી દરમિયાન વધારાનું કામ કરવાના બદલામાં બેન્ક કર્મચારિઓ વળતર આપાવાની માંગ સહિતની વિવિધ માંગણીને લઇને જાહેર ક્ષેત્રની બેન્ક કર્મચારીઓએ 28 ફેબ્રુઆરીએ હડતાલનું એલાન કર્યું હતું.આ બેન્ક હડતાળનું એલાન યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયંસના બેન્કરોએ કર્યું છે. જેનાથી આજે બેન્કોના કામકાજ પર અસર પડશે.
તેમજ ખાનગી ક્ષેત્રની બેન્કો જેવી કે, ICICI, HDFC AXIS બેન્કનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. ફક્ત ચેક ક્લિયરેન્સમાં થોડી વાર લાગી શકે છે.
જાહેર ક્ષેત્રની મોટી બેન્કોના સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અન બેન્ક ઓપ બડોદા સહિતની ઘણી મોટી બેન્કોએ પોતાના ગ્રાહકોને પહેલાથી જ જાણ કરી દીધી કે, જો હડતાળ પડશે તો તેમની શાખાઓમાં બેન્કના કામકાજ પર પ્રભાવ પડશે.
યૂએફબયૂમાં સમાવેશ બે બેન્ક યૂનિયો નેશનલ ઓર્ગેનાઇજેશન બેન્ક ઓફ બેન્ક વર્કર્સ અને નેશનલ ઓર્ગેનાઇજેશન ઓફ બેન્ક ઓફીસર્સ આ હડતાલમાં સામેલ નથી આ સંગઠનોએ આ હડતાલને રાજનીતિથી પ્રભાવિત પગલુ ગણાવ્યુઁ છે. આ સંગઠનોનું કહેવું છે કે, તેઓ આ હડતાલમાં સામેલ નથી. એટલા માટે આ યૂએપબીયીની હડતાળ કહેવું ખોટું હશે.