પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ફરી એકવાર ચેતવણી આપી છે કે દેશના GDPમાં ઝડપી ઘટાડો થશે. તેમણે જણાવ્યું છે કે જીએસટી અને નોટબંધી જે ઉતાવળમાં લાગુ કરવામાં આવી છે એનાથી દેશની આર્થિક પ્રગતિ પર ચોક્કસ નકારાત્મક અસર પડશે.નોટબંધી અને જીએસટી બંનેનો દેશના અર્થતંત્ર પર પ્રભાવ પડ્યો છે અને હવે સમસ્યાઓ સામે આવી રહી છે. ચાલુ વર્ષના જૂન મહિનામાં સમાપ્ત થયેલા ત્રિમાસિક તબક્કામાં દરમિયાન જીડીપીના દરમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં જીડીપી વૃદ્ધિદર 7.9 ટકા હતો જે હવે 5.7 ટકા જ થઈ ગયો છે.’નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નોટબંધી પછી સંસદમાં ભવિષ્યવાણી કરી હતી કે જીડીપીમાં બે ટકા ઘટાડો થશે અને ખરેખર લગભગ એ પરિણામ જ મળ્યું છે. એ સમયે તેમણે કહ્યું હતું કે નોટબંધી એક ઐતિહાસિક આપદા, સંગઠિત અને કાનૂની લૂટ છે. નોટબંધીના 10 મહિના પછી ફરીવાર મનમોહન સિંહે એને અને જીએસટીને લઘુ ક્ષેત્ર પર ખરાબ અસર પાડનારા પરિબળ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે ‘નોટબંધી અને જીએસટીને કારણે લઘુ ક્ષેત્ર પર અસર પડશે અને એના કારણે જ જીડીપીમાં ઘટાડો નોંધાયો છે. આપણો 90 ટકા રોજગાર અનૌપચારિક ક્ષેત્રોમાં છે અને 86 ટકા મુદ્રા પાછી ખેંચી લેવાનો નિર્ણય તેમજ ઉતાવળમાં લાગુ પડાયેલો જીએસટી એના પર ખરાબ અસર પાડશે
Not Set/ જુઓ મનમોહનસિંહ એ શુ આપી ચેતવણી
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ફરી એકવાર ચેતવણી આપી છે કે દેશના GDPમાં ઝડપી ઘટાડો થશે. તેમણે જણાવ્યું છે કે જીએસટી અને નોટબંધી જે ઉતાવળમાં લાગુ કરવામાં આવી છે એનાથી દેશની આર્થિક પ્રગતિ પર ચોક્કસ નકારાત્મક અસર પડશે.નોટબંધી અને જીએસટી બંનેનો દેશના અર્થતંત્ર પર પ્રભાવ પડ્યો છે અને હવે સમસ્યાઓ સામે આવી રહી છે. ચાલુ વર્ષના […]