રિલાયન્સ જીઓએ 1500ની કિંમતનો ફિચર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેના માટે પ્રી બુકિંગ થઈ ચુકી છે અને જલ્દી આ ફોન કસ્ટમર્સ સુધી પહોંચશે. કેવો છે આ ફોન અને કેવી છે તેની ખાસિયત આવો જોઈએ તેના FEATURE TO FEATURE રીવ્યૂમાં.
કેવી છે ડિઝાઈન?
પહેલી નજરમાં આની બિલ્ડ કવોલિટી OK OK જેવી લાગે છે કારણકે આ કિંમતમાં માર્કેટમાં બિલ્ડ કવોલિટીના ફિચરના ફઓન હજુ સુધી લોન્ચ નથી થયા. BLACK કલરનો આ ફોન છે અને તેની બોડિ હાર્ડ પ્લાસ્ટિની છે તો આ સાથે તેનો ઉપયોગ કરવામાં તે સરળ છે.
કેવો છે ઈંટરફેસ ?આ ફોનમાં Linux બેસ્ડ Kai OS આપવામાં આવ્યો છે. તો આ સાથે યુઝર ઈન્ટફેસ એકદમ સરળ છે. આ ફોનમાં JIOના પ્રી લોડેડ એપ્સ આપવામાં આવ્યાંં છે. આ ફોનમાં ટોર્ચ પણ આપવામાં આવી છે જે ફલેશલાઈટનું પણ ફિચર છે. ANDROID ફોનની જેમ આ ફઓનમાં ક્વિક મેન્યુ પણ આપવામાં આવ્યું છે જેમાં વાઈફાઈ, ફલેશલાઈટ અને ઓડિયો જેવા ઓપ્શન પણ છે. આને નેવીગેશન કી ના માધ્યમ દ્વારા એકસેસ કરી શકાશે.