Not Set/ જૂનાગઢમાં 12 વર્ષીય કિશોરી પર બળાત્કાર, આરોપીની કરાઈ ધરપકડ

જૂનાગઢમાં બળાત્કારની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. વિસાવદરના બારડિયા ગામે 12 વર્ષિય કિશોરીએ સતિષ ગોહિલ નામના શખ્સ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. કિશોરીએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે સતિષ ગોહિલે તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી જુદા જુદા સ્થળોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, તેણે તેની અભદ્ર તસ્વીરો […]

Gujarat Others
48859c4ecc0ab30daca1a02562c8cb36 2 જૂનાગઢમાં 12 વર્ષીય કિશોરી પર બળાત્કાર, આરોપીની કરાઈ ધરપકડ

જૂનાગઢમાં બળાત્કારની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. વિસાવદરના બારડિયા ગામે 12 વર્ષિય કિશોરીએ સતિષ ગોહિલ નામના શખ્સ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

કિશોરીએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે સતિષ ગોહિલે તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી જુદા જુદા સ્થળોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, તેણે તેની અભદ્ર તસ્વીરો પણ લીધી અને કોઈને કહેતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

પોલીસે જણાવ્યું કે ફરિયાદ બાદ આરોપી સતિષ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. તેની કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યું હતું. તેના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં બળાત્કારની આ આઠમી ઘટના છે. જામનગર, વડોદરા, છોટાઉદીપુર, સંતરામપુર, હળવદમાં મહિલાઓ પર બળાત્કારના બનાવો નોંધાયા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ સરકારમાં મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ