જૈનોના પવિત્ર માસ અને પર્વાધિરાજ ગણાતા પર્યુષણનો પ્રારંભ થયો છે..ત્યારે જૈન દેરાસરોમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોની ભીડ ઉમટી પડી…અરવલ્લીના મોડાસા પંથકના જૈન દેરાસરોમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા…તો આગામી આઠ દિવસ સુધી આ પર્યુષણ પર્વ ચાલશે…આ આઠ દિવસો દરમિયાન દરેક જૈનો પોત પોતાની શ્રદ્ધા અનુસાર આરાધના કરશે…તો દેરાસરોમાં પણ આઠ દિવસો દરમિયાન ઉત્સવ જેવો માહોલ જોવા મળશે….અનેક દેરાસરોમાં પર્યુષણના 5 કર્તવ્યો અંગે પ્રવચનો યોજાશે..