લાખો લોકોને રાજી રોટી આપતુ સુરત છેલ્લા 66 દિવસથી પોતાનાં ઘબકારા બંઘ કરી બેઠુ છે અને આ જ કારણથી લાખો લોકો બેહાલ પણ થઇ ગયા હોવાનું વિદિત છે. ત્યારે સુરત અને સુરતની ઉદ્યોગો પર નિરભર લાખો લોકોનાં જીવમાં જીવ આવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા સુરતે ફરી પોતી રફતાર પકડી ઘબકતા થવાની તૈયારી શરુ કરી દીધી છે.
જી હા, તમા સાચું જ વાંચી રહ્યા છો કે, સુરત આગમી દિવસોમાં ફરી ઘબકતુ જોવામાં આવશે અને એ દિવસ એટલે કે 1 જૂન હશે. દેશ સહિત રાજ્યમાં લોકડાઉનનાં 66 દિવસ બાદ સુરતનો ટેક્સટાઇલ્સ ઉદ્યોગે અને કાપડ માર્કેટે 1લી જૂન થી ધબકતા થવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
1 જૂનથી સુરતનાં હીરા અને કાપડ માર્કેટ શરૂ થશે. કાપડ અને હીરા બજારને કલસ્ટર વિસ્તારમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. મહિધરપુરા હીરાબજારમાં હવે વેપાર શરૂ કરી શકાશે. તો ટેક્ષટાઈલ્સ માર્કેટ પણ 1 જૂનથી શરૂ થવાની આશા જોવામાં આવી રહી છે. જો કે તમામ બજારે સોશિયલ ડિસ્ટનસનું પાલન કરી ફરી શરૂ થશે તે સ્પષ્ટ છે.
સુરતનાં કાપડ બજારને નવા વેપારની આશા છે કે, લોકડાઉન 4 માં મળેલ છૂટછાટને કારણે વેપાર શરૂ થશે હતો તે હવે પુર જોશથી દોડતો થશે. રૂ.5000 કરોડના વેપારની કાપડ માર્કેટને આશા છે કારણ કે, અન્ય રાજ્યના વેપારીઓના ઓર્ડર મળવાનું શરૂ પણ થઇ ગયું છે. જુના પેમેન્ટ પણ આવવાની શરૂઆતથી વેપારને લાભ ચોક્કસ થશે.
જો કે હાલનાં કાળમાં વેપાર – ઉદ્યોગ ફરી પૂર્વરત કરવામાં અનેક ભયસ્થાનો પણ છે જ. સોશિયલ ડિસ્ટન્સ સહિત નવા નિયમો સાથે વેપાર શરૂ થવાની આશા વચ્ચે જોકે કારીગરોની વતન વાપસીને કારણે હાલ વેપાર – ઉદ્યોગ શરૂ કરવો કે કેવી રીતે કરવો તેની અવઢળ પણ છે. સાથે સાથે જુના પેમેન્ટ આવવાની શરુઆત થઇ છે પ્રમાણ ખુબ નહીવત છે, ત્યારે નવા ઓર્ડરો પણ નહિવત હોવાથી ઉદ્યોગો હાલ શરૂ થશે કે કેમ તે અંગેની ચર્ચા ચાલી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….