આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી હેરાન-પરેશાન થઇ ગયુ છે. ત્યારે રમત-જગત પણ તેનાથી અલગ રહ્યુ નથી. છેલ્લા ઘણા સમયથી મેદાનથી દૂર ખેલાડીઓ પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે, આ કોરોના વાયરસ રોગચાળાને કારણે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ ટળે તેવી પૂરી સંભાવનાઓ છે.
આઈસીસીનાં સુત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને ટાંકીને જણાવ્યું છે કે ટી-20 વર્લ્ડ કપ કોરોના વાયરસને કારણે ટાળી શકે છે. જો કે, આઇસીસી દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વખતે ઓસ્ટ્રેલિયામાં 2022 માં ટી-20 વર્લ્ડ કપ થવાનો છે. આવતીકાલે યોજાનારી આઈસીસીની બેઠકમાં આ અંગેની જાહેરાત કરી શકાય છે.
T20 World Cup is likely to be postponed till 2022, no official announcement yet: ICC sources pic.twitter.com/NNkfceZsS2
— ANI (@ANI) May 27, 2020
આપને જણાવી દઇએ કે, ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમવાનો છે. આઈસીસી બોર્ડ સમિતિની બેઠક પૂર્વે ક્રિકેટ સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં ક્રિસ ટેટલીની અધ્યક્ષતાવાળી આઈસીસીની સ્પર્ધા સમિતિ વર્લ્ડ કપને લગતા અનેક વિકલ્પો રજૂ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.