રેલ્વે મંત્રાલયે બુધવારે માહિતી આપી છે કે, બોર્ડે વિવિધ ઝોનમાં 39(આવક-જાવક) નવી ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. આ ટ્રેનોને વહેલી તકે વિશેષ ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે. આ સંદર્ભે, રેલ્વે બોર્ડે તમામ 39 નવી ટ્રેનોની સૂચિ પણ બહાર પાડી છે. નવી ટ્રેનો દોડાવવાની મંજૂરીને કારણે મુસાફરોને આવતા તહેવારોની સીઝનમાં મોટી રાહત મળી રહી છે.
સૂચિ મુજબ, મોટાભાગની ટ્રેનો એસી એક્સપ્રેસ, દુરંતો, રાજધાની અને શતાબ્દીની કેટેગરીમાં છે. જોકે, રેલ્વેએ તારીખની જાહેરાત કરી નથી, પરંતુ આ ટ્રેનો વહેલી તકે શરૂ કરવામાં આવશે. એક અઠવાડિયા અગાઉ, રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું હતું કે ભારતીય રેલ્વે 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી તહેવારોની સીઝનમાં 200 થી વધુ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે.
નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસને કારણે દેશમાં માર્ચનાં અંતમાં જ ટ્રેનોની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, કેન્દ્ર સરકારની અનલોક યોજના હેઠળ, ધીમે ધીમે ફરી પ્રવૃત્તિઓ શરૂ થઈ. આ અંતર્ગત ઘણી ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી છે.
તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરથી શરૂ થશે
દેશના કોર્પોરેટ સેક્ટરની પહેલી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) આ વીઆઇપી ટ્રેનની સીટ બુકિંગ 8 ઓક્ટોબરથી શરૂ કરશે. મુસાફરોને ટ્રેનમાં ભરેલું ભોજન મળશે. મંગળવારે આઈઆરસીટીસી અને રેલ્વે બોર્ડના અધિકારીઓ વચ્ચેની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્પોરેટ સેક્ટરમાં દેશની પહેલી ટ્રેન તેજસ આશરે એક વર્ષ પહેલા લખનૌથી નવી દિલ્હી માટે શરૂ થઈ હતી. આધુનિક સુવિધાવાળી આ ટ્રેન મુસાફરોમાં ખૂબ પ્રખ્યાત બની હતી. દેશની આ પહેલી ટ્રેન છે, જેમાં મોડું થાય ત્યારે મુસાફરોને વળતર આપવાનો નિયમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….