ગાંધીનગરઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતા બેફામ રીતે દારૂ વેંચાય રહ્યો છે. મોટા શહેરોમાં હુકાબારો મોટી માત્રામાં ધમધમે છે. ત્યારે સરકારે દારૂ અને હૂકાબાર પર લગાવશે લગામ. પાટનગરમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં બે વટહૂકમ પસાર કરવામાં આવ્યા હતા. જેમા રાજ્યમાં દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવીને તેના પાલન માટેનો વિવિધ જોગાવાઇ વટહૂકમમાં કરાશે.
રાજ્ય સરકાર દ્વારા આ મામલે સાંજે પ્રેસ કૉંફરન્સ બોલાવી છે. જેમા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વિગતે માહિતી આપશે.
દારૂબંધીના મામલે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાત સરકારને દારૂબંધીને કડક અમલ માટે અપાયેલા આવેદનપત્રના સુચનનો આધારે રાજ્ય સરકારે દારૂબંધીને કડક બનાવવા નિર્ણય લીધો છે.