દિલ્હીમાં કોવિડ-19 નાં એક દિવસમાં સૌથી વધુ 1,024 કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 16,000 ને વટાવી ગઈ છે. આ માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં મૃત્યુઆંક 316 પર પહોંચી ગયો છે. આ પહેલા બુધવારે એક જ દિવસમાં મહત્તમ 792 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં એક દિવસમાં પહેલીવાર કોવિડ-19 નાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે.
દિલ્હીનાં આરોગ્ય વિભાગે બુલેટિનમાં જણાવ્યું છે કે, કોવિડ-19 થી મૃતકોની સંખ્યા 316 થઈ ગઈ છે અને કેસની સંખ્યા 16,281 થઈ ગઈ છે. બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસનાં કુલ કેસોની સંખ્યા 15,257 હતી જેમાં 303 લોકોનાં મોત થયા હતા. વિભાગે કહ્યું કે આ રોગચાળામાંથી 7,495 દર્દીઓ ઠીક થયા છે જ્યારે, 8,47૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દિલ્હીમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ શુક્રવારે કહ્યું હતું કે આ વાયરસની ચિંતા કરવાની જરૂર નથી, બસ સાવચેત રહો.
82 deaths were added to the toll yesterday, out of these 13 took place in last 24 hours while 69 happened over last 34 days but the information has been corroborated now: Delhi Deputy Chief Minister, Manish Sisodia #COVID19 pic.twitter.com/0RfGcI1rwM
— ANI (@ANI) May 29, 2020
મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં દર્દીઓ 50 ટકાનાં દરે ઠીક થઈ રહ્યા છે અને 80 થી 90 ટકા દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇનમાં જ ઠીક થઈ રહ્યા છે. તેમણે કહ્યું, “જ્યારે કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય ત્યારે પરિવાર અને પડોશીઓ નારાજ થાય છે પરંતુ ગભરાવાની જરૂર નથી.” વધુમાં તેમણે કહ્યું કે, કોરોના એ અસ્પૃશ્યતાનો રોગ નથી, જે કોરોના સંક્રમિતને સ્પર્શ કરવાથી થઇ જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.