નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર સવારે એક મોટી દૂર્ઘટના ટળી હતી. બે વિમાનો સામ સામે ટકરાતા બચ્યા હતા. જાણકારી અનુસાર ઇંડિગો એરલાઇન્સ અને સ્પાઇસજેટના વિમાન ટકરાતા રહી ગયા હતા.
જાણકારી અનુસાર યાત્રિયોને ઉતાર્યા બાદ ટેક્સીવે તરફ ઇંડિગોનું વિમાન જઇ રહ્યું હતું. ત્યારે તેની સામે ટેકઓફ કરવા જઇ રહેલું સ્પાઇસ જેટનું વિમાન આવી ગયું હતું.
થોડા સમય પહેલા આવેલી ઇંડિગોની ફ્લાઇટમાં 176 યાત્રી સહિત ક્રૂ મેમ્બર સવાર હતા. આ મામલે ડીજીસીએ તપાસના આદેશ પણ આપી દીધા છે.