દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં તેના કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અચાનક તબિયત બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ કેજરીવાલ ગઈકાલથી હળવો તાવ અને ગળામાંથી દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે. કાલે બપોરથી દરેક બેઠક રદ્દ કરવામાં આવી અને સીએમ કેજરીવાલ કોઈને મળ્યા ન હોતા. તેઓએ પોતાને અલગ કરી દીધા છે.
આપને જણાવી દઇએ કે, ગઈકાલે જ દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલોનું વિતરણ કર્યું છે. કેજરીવાલ સરકારનાં પ્રધાનમંડળે નિર્ણય લીધો છે કે દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની સારવાર કરવામાં આવશે, પછી ભલે તે સરકારી હોય કે ખાનગી. દિલ્હી બહારનાં લોકોની સારવાર દિલ્હીમાં હાજર કેન્દ્રનાં હોસ્પિટલોમાં કરવામાં આવશે. દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુદ તેની જાહેરાત કરી હતી. ડોક્ટર મહેશ વર્મા સમિતિએ આ અંગે દિલ્હી સરકારને સૂચન કર્યું હતું. આ સિવાય, જો દિલ્હી સરકાર માનીએ તો તેમણે દિલ્હીનાં લોકોનો અભિપ્રાય પણ લીધો હતો, અને દિલ્હીનાં લોકોનાં અભિપ્રાય પર, કેજરીવાલ સરકારે પુષ્ટિ કરી હતી કે દિલ્હી સરકારનાં હોસ્પિટલમાં માત્ર દિલ્હીનાં જ લોકો સારવાર કરાવશે.
જણાવી દઇએ કે, આજે સરકારે અનલોક 1.0 અંતર્ગત ધાર્મિક સ્થળો, મોલ્સ અને હોટલને ખોલવાની પરવાનગાી આપી દીધી છે. ત્યારે સવારથી જ લોકો મંદિરોમાં દર્શનાર્થે જઇ રહ્યા છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં દર્દીઓની કુલ સંખ્યા 27,654 છે. છેલ્લા 24 કલાકમાં 1,320 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 761 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં હાલમાં 219 કન્ટેનમેન્ટ ઝોન છે. આ આંકડા ભયજનક છે. 1 જૂન બાદ દિલ્હીમાં રોજ 1,200 થી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.