‘દિલ બેચારા’ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ છે, દરેક જણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મનું સોંગ ‘તારે ગિન’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોંગ સુશાંત અને સંજના સંઘી પર ફિલ્માવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે સંજના આ ફિલ્મ સાથે બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 24 જુલાઈએ ઓનલાઇન રિલીઝ થશે.
આ ગીતમાં સુશાંત અને સંજનાની સુંદર કેમિસ્ટ્રી બતાવવામાં આવી છે. ચાહકો કહે છે કે બંને એકબીજા સાથે ખૂબ સારા દેખાઈ રહ્યા છે. આ ગીતને કમ્પોઝ એ.આર. રહેમાનએ કર્યું છે, જ્યારે મોહિત ચૌહાણ અને શ્રેયા ઘોષાલે અવાજ આપ્યો છે. ગીતના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.
ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરાએ તાજેતરમાં એક જુનો વીડિયો શેર કર્યો છે જેમાં ગીતનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. તે બતાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે મુકેશે લખ્યું – તારે ગિન ગાના આ રહા હૈ, ખેલતે ખેલતે મસ્તી મેં હો ગયા દેખ લો પ્યાર ક ગાના હૈ પ્યાર સે બનાયા હૈ બસ પ્યાર હી દેના, દોનો બહુત પ્યારે લગ રહે છે. સુશાંતસિંહ રાજપૂત ઓર સંજના સંઘી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.