દેવભુમી દ્વારકા જિલ્લામા ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી જિલ્લાના તમામ મુખ્ય ડેમો , ચેક ડેમો તેમજ નાના ડેમો , તળાવ , નદી નાળા છલકાયા છે. તમામ ગ્રામીણ વિસ્તારોમાં કોઝવે પુલ ઉપર પાણી ફરી વળ્યાં છે. આવામાં જામ કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામ નજીક ભંગ નદી ગાંડીતુર થયેલ હતી.
નદી ગાંડી તુર બનેલી નદીમાં મલેતા ગામના ત્રણ યુવાનો જીવ જોખમમાં મૂકીને કોઝવે પુલ રસ્તો પસાર કરી રહ્યા હતા ત્યારે પાણીનું ભારે પ્રવાહ હોવાથી ત્રણેય યુવાનો તણાયા હતા. તેમાં એકનો આબાદ બચાવ અને બેના મોત નિપજયા હતા. આ બનાવ થી મલેતા ગામ શોકમાં દુબ્યુ છે.
@રહીમ ચાકી મંતવ્ય ન્યૂઝ, દેવભૂમિદ્વારકા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.