પુનાઃ બેંક ઓફ માહારાષ્ટ્રના લોકરમાંથી 10 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જેમા નવી 2000 અને 500 ની નોટનો પણ સમાવેશ થાય છે. ભારતમાં કાળાનાણા અને ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે કેંદ્રની મોદી સરકારે રૂપિયા 500 અને 1000 ની નોટને રદ્દ કરી દીધી હતી. ત્યારથી સતત લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને જે લોકો બ્લેકમની સંઘરીને બેઠા છે. તે લોકો બેંક અધિકીરઓ સાથે સાંઠગાઠ કરીને ભ્રષ્ટાચાર આચરીને નવી નોટોનું સેટિંગ કરી રહ્યા છે. જૂની 500 અને 1000 ની નોટો કમીશન ઉપર બદલી રહ્યા છે.
પૂનાની આ બ્રાંચમાં તેલ સાથે જોડાયેલી કંપનીના લોકર્સ છે. છેલ્લા થોડા દિવસોથી જે લેવડ દેવડ થઇ રહી છે. તેમાં બેંકને શક જતા ઇન્કમટેક્સ વિભાગને આ અંગે માહિતી આપવામાં આવી હતી. IT એ રેડ પાડી હતી જેમા આ લોકર કોઇ પ્રાઇવેટ ફર્મનુ હોવાનું સામે આવ્યું છે. આ મામલે લોકરના માલિકોની તપસ ચાલી રહી છે. તેમજ બીજા લોકરની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ બેંક અધિકારીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલા પણ પૂણામાંથી 68 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જેમાથી 62 લાખ રૂપિયાની 2000 રૂપિયાની ચલણી નોટો મળી આવી હતી. આ રૂપિયા એક કારમાં મુંબઇથી પૂના લાવવામાં આવી રહ્યા હતા. આ મામલે આ શખ્સો સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.
કર્ણટકના બેંગ્લુરુમાથી પણ એક ફ્લેટમાથી 2 કરોડ 89 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગને માહિતી મળી હતી કે, 508 નંબરના ફ્લેટમાં મોટી માત્રામાં રમક છે. ત્યાર બાદ IT એ રેડ પાડતા આ રમક મળી આવી હતી જેમાથી 2 કરોડ 25 લાખ રૂપિયાની 2000 રૂપિયાન નવી ચલણી નોટ હતી. આ ફ્લેટમાં મહિલા એકલી રહેતી હતી.