દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના ઇન્ફેક્શનની ગતિની અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અગાઉ 1 લાખ કેસો સુધી પહોંચવામાં 78 દિવસનો સમય લાગ્યો હતો, ત્યારે આજે ફક્ત 8 દિવસમાં, કોરોનાનાં 1 લાખ નવા દર્દીઓ સામે આવ્યા છે. નવા કોરોના દર્દીઓની સંખ્યા 8 દિવસમાં 1 લાખને પાર કરી ગઈ છે. જ્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખની નજીક પહોંચી ગઈ છે.
ભારતમાં કોરોનાનાં 4,10,461 દર્દીઓ છે, જ્યારે 13,254 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, કોરોના સક્રિય હોવાના 1,69,451 કેસ છે અને 2,27,756 દર્દીઓ ઠીક થયા છે. જો આપણે આંકડા જોઈએ તો કોરોના દર્દીઓની સંખ્યા 4 લાખ સુધી પહોંચવામાં 143 દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ છેલ્લા 8 દિવસમાં દેશમાં 1 લાખ કોરોનાનાં દર્દીઓ સામે આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા કેટલી ઝડપથી વધી રહી છે.
13 જૂને દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 3 લાખની નજીક હતી, જ્યારે 8 દિવસ પછી દર્દીઓની સંખ્યા 4 લાખની નજીક પહોંચી ગઈ છે. વળી, પહેલા 1 લાખ દર્દીઓ માટે 78 દિવસનો સમય લાગ્યો, જ્યારે 3 લાખથી 4 લાખ પહોંચવામાં ફક્ત 8 દિવસનો સમય લાગ્યો છે. જે ભારત માટે એક મોટી ચિંતાનું કારણ બની ગયુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.