મંગળવારની તુલનામાં બુધવારે કોરોનાનાં સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 86 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
વળી રોગચાળાએ 1100 થી વધુ દર્દીઓનો ભોગ લીધો હતો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 63 લાખને પાર કરી ગયા છે. કેન્દ્ર સરકારનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કુલ 86,821 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને રોગચાળાએ 1181 દર્દીઓનો ભોગ લીધો છે.
India’s #COVID19 tally crosses 63-lakh mark with a spike of 86,821 new cases & 1,181 deaths reported in last 24 hours.
Total case tally stands at 63,12,585 including 9,40,705 active cases, 52,73,202 cured/discharged/migrated & 98,678 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/uIBUSidrCu
— ANI (@ANI) October 1, 2020
આ સાથે, જો આપણે કુલ કેસની વાત કરીએ, તો તેની સંખ્યા વધીને 63,12,585 થઈ ગયા છે. જેમા 9,40,705 સક્રિય કેસનો સમાવેશ થાય છે. વળી કોરોનાથી આ યુદ્ધમાં 52,73,202 લોકો જીત્યા છે. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 98,678 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.