ભારતમાં iPhone 8 અને iPhone 8 Plus માટે પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. પ્રી બુકિંગની સાથે રિલાયન્સ જીઓએ પોતાનો દાવ રમ્યો છે. કંપનીએ લોકોને લોભાવવા માટે બાયબેંક ઓફરની શરૂઆત કરી દિધી છે. રિલાયન્સ જીઓના મહત્તમ સ્ટોર્સ અને કંપનીની વેબસાઈટથી પણ આઈફોનને બાયર બુક કરી શકે છે.
ફેસ્ટીવ સીઝનમાં બે પ્રકારના ઓફર્સ આપવામાં આવશે. એક બાયબેંક ગેરંટી જ્યારે બીજી કેશબેક ઓફર ! આ ઓફર 22 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર માટે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં iPhone 8 અને iPhone 8 Plusનું વેચાણ 29 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે.
શું છે Jio Offer ?
જો બાયર રિલાયન્સ જીઓના સ્ટોર્સમાંથી નવો આઈફોન ખરીદશે એટલે કે પોતાના માટે પ્રી બુકિંગ કરાવશે તો ટોટલ અમાઉન્ટ પર 70 ટકા બાયરને પરત કરવામાં આવશે. મહત્વુનું છે કે પૈસા ત્યારે આપવામાં આવશે જ્યારે બાયર એક વર્ષ iPhone 8/8 Plus યૂઝ કરીને તેને સલામત રીતે રીલાયન્સ જીઓને પરત કરવામાં આવશે.
જો હવે બીજી શરતની વાત કરીએ તો, એક વર્ષ સુધી બાયરે જીઓનો જ ઉપયોગ કરવો પડશે. અને ત્રીજી શરતએ છે કે આપે એક વર્ષ સુધી દર મહિને જીઓનો 799 વાળો પ્લાન પણ લેવો પડશે.