ધારી તાલુકાના સેલ ખંભાળિયા ગામે રહેવાતા ગુણુંમહારાજ ફરશુરામ નામના વૃદ્ધ જે કોઈ કામ અંગે દિતલા જય રહયા હતા તે દરમ્યાન રસ્તામાં આવતા બેઠા કોઝવે પર વરસાદના કારણે સેલ નદીના પ્રવાહમા બેઠો કોઝવે ગળાડૂબ હોવાથી વૃદ્ધ કોઝવે પરથી પસાર થતા પાણીમાં પડી ગયા હોવાનું ગ્રામજનોએ જણાવી રહયા છે.
વધુમાં ગ્રામજનો જણાવે છે કે અહીં ચોમાસા દરમ્યાન સેલ નદીના પ્રવાહમાં બેઠો કોઝવે ગળાડૂબ રહે છે. અહીં થી પસાર થતા વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને પાણીના પ્રવાહને લઈને મુશ્કેલીઓ તેમજ જીવના જોખમે પસાર થવું પડે છે. તંત્રને ગ્રામજનો દ્વારા પુલની માંગો પણ કરવામાં આવી છે ત્યારે તંત્રની બેદરકારીને લઈને બેઠા કોઝવે પરથી એક વૃદ્ધ પડી જતા મોતને ભેટયા છે. ગ્રામજનો દ્વારા મામલતદાર તેમજ પોલીસને આ ઘટનાની જાણ થતા તંત્ર ઘટના સ્થળે પહોંચી વૃદ્ધને ચલાલા સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પરેશ પરમાર મંતવ્ય ન્યૂઝ, અમરેલી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.