Not Set/ નલિયાકાંડ મામલે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ થયા એક, નિયમ 116 હેઠળ ચર્ચા નહી

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર નલિયાકાંડના મુદ્દે આંદોલન કરનાર કૉંગ્રેસને સત્તા પક્ષે ન્યાયિક તપાસની ખાતરી આપી દીધી છે. વિધાનસભામાં સરકારે આ મુદ્દે ન્યાયિક તપાસની માંગણી સ્વીકારી લેતાં કોંગ્રેસના ધારાસભ્યો શાંત થઈ ગયા હતાં અને સમગ્ર નલિયાકાંડ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આજે નિયમ 116 હેઠળ ગૃહમાં ચર્ચા થવાની હતી. સવારે મુખ્યમંત્રી, વિરોધપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષ વચ્ચે ચર્ચા […]

Uncategorized
1 1487753455 નલિયાકાંડ મામલે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ થયા એક, નિયમ 116 હેઠળ ચર્ચા નહી

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર નલિયાકાંડના મુદ્દે આંદોલન કરનાર કૉંગ્રેસને સત્તા પક્ષે ન્યાયિક તપાસની ખાતરી આપી દીધી છે. વિધાનસભામાં સરકારે આ મુદ્દે ન્યાયિક તપાસની માંગણી સ્વીકારી લેતાં કોંગ્રેસના ધારાસભ્યો શાંત થઈ ગયા હતાં અને સમગ્ર નલિયાકાંડ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આજે નિયમ 116 હેઠળ ગૃહમાં ચર્ચા થવાની હતી. સવારે મુખ્યમંત્રી, વિરોધપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષ વચ્ચે ચર્ચા થઇ હતી. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નલિયમાં યુવતી પર થયેલા દુષ્કર્મ મામલે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. ત્યારે બજેટ સત્રના પહેલા દિવસે  આ મુદ્દે કૉગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરવા માટે કૉંગ્રસે પ્રયાસ કર્યો હતો. બજેટ દરમિયાન વિરોધ પત્રના નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા નલિયાની દુષ્કર્મ ઘટાનાની સ્વતંત્ર તપાસ કરવા માટે સિટિંગ જજના આગેવાનીમાં તપાસની માંગ કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરોધ પક્ષને આશ્વાન આપ્યું હતું.