નવસારીમાં બે રત્ન કલાકારો કોરોના પોઝિટિવ આવ્યાનાં સમાચારથી નવસારી તો ફફડી જ રહ્યું છે, પરંતુ આની અસરો સુરતનાં હીરા ઉદ્યોગ સુઘી જોવામાં આવી રહી છે અને સુરતનો હીરા ઉદ્યોગ પણ ફફડી ઉઠ્યો છે. જી હા, નવસારીનાં પોઝિટિવ આવેલા બે રત્ન કલાકોરો સુરતમાં કામ કરતા હોવાનાં કારણે નવસારીની સાથે સાથે સુરતમાં પણ ફફડાટ જોવામાં આવી રહ્યો છે.
પોઝિટિવ આવેલા યુવાનોમાં વિજલપોરના જયશક્તિ નગરમાં રહેતા 34 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે, તો નવસારીનાં શાંતાદેવી રોડ પર રહેતા બીજા 28 વર્ષિય યુવકને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. બન્ને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આપને જણાવી દઇએ કે, આ બે કેસ સાથે નવસારીમાં કુલ 46 કોરોના પોઝિટીવ કેસો નોંધવામાં આવ્યા છે. અને જિલ્લામાં 32 રિકવર અને 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે,જ્યારે હાલ જીલ્લામાં 13 એકટીવ કેસો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….