Not Set/ નિર્મલા સીતારામન બન્યા નવા રક્ષા મંત્રી, જાણો કોને કઈ જવાબદારી મળી?

કેન્દ્રની મોદી સરકારના ત્રીજા મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ તથા નવા મંત્રીઓનો શપથ સમારંભ 3 સપ્ટેમ્બર ને રવિવારના રોજ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં આજે કુલ 13 મંત્રીઓએ શપથ લીધા. જેમાં યુપી-બિહારના 2-2 અને કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાંથી 1-1 મંત્રી સામેલ કરાયા. આ ઉપરાંત 4 મંત્રીઓને કેબિનેટ રેન્કમાં પ્રમોશન મળ્યું છે. આ બાજુ […]

India
Nirmala Sitharaman નિર્મલા સીતારામન બન્યા નવા રક્ષા મંત્રી, જાણો કોને કઈ જવાબદારી મળી?

કેન્દ્રની મોદી સરકારના ત્રીજા મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ તથા નવા મંત્રીઓનો શપથ સમારંભ 3 સપ્ટેમ્બર ને રવિવારના રોજ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં આજે કુલ 13 મંત્રીઓએ શપથ લીધા. જેમાં યુપી-બિહારના 2-2 અને કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાંથી 1-1 મંત્રી સામેલ કરાયા. આ ઉપરાંત 4 મંત્રીઓને કેબિનેટ રેન્કમાં પ્રમોશન મળ્યું છે.

આ બાજુ મંત્રીમંડળના વિસ્તરણ બાદ જેટલીનો વધારાનો કાર્યભાર સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણને સોંપાતા તેઓ દેશના આગામી સંરક્ષણ પ્રધાન બન્યા છે.પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી બાદ નિર્મલા દેશના બીજા મહિલા સંરક્ષણ પ્રધાન હશે. જો કે ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન હતા ત્યારે જ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.

કોને મળી કઇ જવાબદારી?

  • નવા મંત્રીમંડળમાં રેલ્વે વિભાગની જવાબદારી પિયુષ ગોયલને સોંપવામાં આવી છે, સાથે જ કોલસા વિભાગ પણ સંભાળશે
  • નવા રક્ષા મંત્રી બન્યા નિર્મલા સીતારામન
  • સ્મૃતિ ઇરાનીને સૂચના પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી
  • નિતિન ગડકરીને ગંગા સફાઇ અને જળ સંસાધન મંત્રાયલ સોપવામાં આવ્યું
  • ઉમા ભારતી જળ સંસાધન અને સફાઇ મંત્રી
  • ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ પ્રધાન સ્કિલ ડેવલપમેન્ટ મંત્રી
  • નરેન્દ્ર તોમર ગ્રામીણ વિકાસ પંચાયતી રાજ અને ખનન મંત્રી
  • અલ્ફોંસ કન્નાથમને પર્યટન વિભાગ સોંપાયો
  • આર.કે.સિંહ બન્યા નવા ઊર્જા મંત્રી
  • હરદીપ પુરીને મળ્યો હાઉસિંગ અને શહેરી મંત્રાલય
  • સત્યપાલ સિંહ બન્યા HRD મંત્રી
  • રાજ્યવર્ધન સિંહ રાઠોડ રાજ્યકક્ષાના રમતગમત મંત્રી
  • સુરેશ પ્રભુને વાણિજ્ય મંત્રી બનાવવામાં આવ્યા.