છેલ્લા ૧૨૯ વર્ષ બાદ મુંબઈ પર વાવાઝોડાનું સંકટ આવ્યું છે. ચક્રવાત નિસર્ગ મુંબઇ અને પાલઘર નજીક પહોંચી ગયું છે. જે મુંબઇમાં સમુદ્ર કિનારાને ટકરાશે. છેલ્લા 100 વર્ષમાં મુંબઇ માટે આ પ્રથમ ગંભીર વાવાઝોડું હશે. હકીકતમાં અરબ સાગર પર ઓછાં દબાણને કારણે વાવાઝોડું મુંબઇ તરફ વધી રહ્યું છે જેની હાલમાં ગતિ 11 કિમી પ્રતિ કલાક છે.
પરંતુ તેનાં તોફાનમાં બદલતા જ હવાની ગતિ 120 કિમી પ્રતિ કલાક થઇ શકે છે. હાલમાં આ મુંબઇથી 430 કિમી દૂર છે. વાવાઝોડાંની હલચલને જોતાં મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તેજ હવાઓ સાથે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે મુંબઈમાં હાઇ ટાઇડ આવવાની સંભાવના દર્શાવી છે. આજે રાતે 9.48 કલાકે મુંબઈમાં હાઇ ટાઇડની ચેતવણી આપી છે. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસર દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં મહત્તમ રહેશે.
મુંબઇ અને કોંકણ સહિત ઉત્તર મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે. તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાનની અસરની સંભાવના છે. વાવાઝોડાંને જોતા ગુજરાત-મહારાષ્ટ્રમાં સમુદ્ર કિનારા પાસે આસપાસનાં વિસ્તારોનાં લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યાં છે. સમુદ્રનાં કિનારાનાં વિસ્તારોમાં રહેનારા લોકોને સુરક્ષિત સ્થળોએ જવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય ઘરેલૂ પશુઓને પણ સુરક્ષિત સ્થળોએ લઇ જવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાંનાં એલર્ટ વચ્ચે ગોવામાં પણ વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે વાવાઝોડાંની અસરથી દરિયાકિનારાનાં વિસ્તારોમાં તેજ હવાની સાથે-સાથે ભારે વરસાદ શરૂ રહેશે. આ ખતરાને જોતા ગોવામાં લોકોને આગામી બે દિવસોમાં દરિયાકિનારે નહીં જવાની સલાહ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.