Not Set/ નિસર્ગ/ છેલ્લા 100 વર્ષમાં પહેલું વાવાઝોડું જે મુંબઈ ઉપર ત્રાટકશે

કોરોનાના કહેર વચ્ચે દેશની આર્થીક રાજધાની મુંબઈ ઉપર નિસર્ગ વાવાઝોડાનું સંકટ તોળાઈ  રહ્યું છે. સદીનું પ્રથમ વાવાઝોડું જે મુંબઈ ઉપર ત્રાટકશે આરબ સાગરમાં હવાના દબાણના કારણે સર્જાતા વાવાઝોડા મોટાભાગે કરાંચી, ઓમાન કે ભારતથી ઉત્તર પશ્ચિમી દિશામ આગળ વધતા હોય છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ થઇ ઓમાન કે પાકિસ્તાન તરફ આગળ વધે છે. પ્રાપ્ત વિગતો અનુસાર […]

India
39b4737d35567a76f27c0fbb6ba7b0d6 1 નિસર્ગ/ છેલ્લા 100 વર્ષમાં પહેલું વાવાઝોડું જે મુંબઈ ઉપર ત્રાટકશે

કોરોનાના કહેર વચ્ચે દેશની આર્થીક રાજધાની મુંબઈ ઉપર નિસર્ગ વાવાઝોડાનું સંકટ તોળાઈ  રહ્યું છે. સદીનું પ્રથમ વાવાઝોડું જે મુંબઈ ઉપર ત્રાટકશે આરબ સાગરમાં હવાના દબાણના કારણે સર્જાતા વાવાઝોડા મોટાભાગે કરાંચી, ઓમાન કે ભારતથી ઉત્તર પશ્ચિમી દિશામ આગળ વધતા હોય છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ થઇ ઓમાન કે પાકિસ્તાન તરફ આગળ વધે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નિસર્ગ છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત એવું વાવાઝોડું છે કે જે મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે તે મુંબઈની ઉત્તરે પાલઘર ઉપર લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. વાવોઝોડાની અસર હવે શું થશે? નિસર્ગના કારણે લગભગ 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન મુંબઈ, દક્ષીણ ગુજરાત અને ભાવનગરના કાંઠાના વિસ્તારમાં જોવા મળી શકે છે.

વાવાઝોડાના કારણે આજે સાંજથી મુંબઈ અને તેના આસપાસના વિસ્તારો, સમગ્ર દક્ષીણ ગુજરાત, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ શરૂ થઇ શકે છે. વરસાદનું જોર બુધવારે વધી શકે છે અને ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્રમાં માત્ર ભાવનગર જીલ્લામાં વાવાઝોડાની અસરથી ભારે વરસાદની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન