બિહારનાં મુખ્યમંત્રી નીતિશકુમારે મંગળવારે દિલ્હીમાં યોજાનારી 17 પાર્ટીઓની મીટિંગમાં હાજર નહીં રહેવાનો નિર્ણય કરીને વિરોધપક્ષને એક નવો ઝટકો આપ્યો છે…મીટિંગમાં જવાને બદલે નીતિશકુમારે રાષ્ટ્રીય અને રાજ્યનાં સાંસદો સહિત પાર્ટીનાં તમામ નેતાઓને પટનામાં એક કોન્કલેવ માટે બોલાવ્યા છે…નીતિશકુમારનો આ નિર્ણય બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને માટે તેમનો વધતો જતો મૈત્રીપૂર્ણ અભિગમ દર્શાવે છે…મંગળવારે દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાનારી મીટિંગનો ઉદ્દેશ શક્યતઃ ઉપરાષ્ટ્રપતિ માટેના ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવાનો છે, જેની પસંદગી આગામી મહિને કરવાની છે.
નીતિશકુમારના નજીકનાં સૂત્રો જણાવે છે કે દિલ્હી સેશનમાં તેમના પ્રતિનિધિ તરીકે તેઓ સિનિયર લીડર શરદ યાદવને મોકલે તેવી સંભાવના છે…સૂત્રો એમપણ જણાવે છે કે જો બીજેપી ફરી એકવાર બિહારનાં લીડરને પસંદ કરવાનો દાવ નહીં રમે તો નીતિશકુમાર વિરોધપક્ષની પસંદગીના ઉપ રાષ્ટ્રપતિને સપોર્ટ કરે તેવી શક્યતાઓ છે…નીતિશકુમાર હવે દિલ્હી નથી જવાના, ત્યારે પાર્ટીઓ વચ્ચે ચાલી રહેલા તણાવને હળવો કરવાના હેતુથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પ્લાન કરવામાં આવેલી આ મીટિંગ અંગે હવે અનિશ્ચિતતાઓ જોવા મળે છે…નીતિશકુમારનાં નજીકના સૂત્રો જણાવે છે કે તેઓ લાલુ યાદવને કોંગ્રેસ જે મૌખિક સપોર્ટ આપી રહી છે તેનાથી નારાજ છે.