કઠમડું,
નેપાળના ટીન એજ ક્રિકેટરે ભારતના ગ્રેટ બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ બ્રેક કર્યો છે.નેપાળના રોહિત પાઉડેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં (પુરુષ)સૌથી ઓછી ઉંમરે હાફ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ બનાવી દીધો.
રોહિતે 16 વર્ષ અને 146 દિવસની ઉંમરમાં તેણે સંયુક્ત અમીરાત (UAE) વિરુદ્ધ 55 રનોની ઈનિંગ રમી.
આ ઈનિંગ્સની સાથે રોહિતે ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.
2002માં જન્મેલા પાઉડેલે ઑગસ્ટ 2018માં નેધરલેન્ડ્સ વિરુદ્ધ પોતાનું ડેબ્યૂ કર્યું હતું.
ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં ઈન્ટરનેશનલ હાફ સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે હતો જેણે 16 વર્ષ અને 213 દિવસની ઉંમરે પાકિસ્તાન વિરુદ્ધ 59 રનની ઈનિંગ રમી હતી. આ મેચ 23 નવેમ્બર 1989ના રોજ પાકિસ્તાનના ફૈસલાબાદમાં રમાઈ હતી.
જો કે હવે સચિનનો રેકોર્ડ તૂટી ગયો છે.નેપાળ તરફથી સાતમા નંબરે બેટિંગ કરવા ઉતરેલા રોહિતે 58 બોલમાં 55 રન બનાવ્યા. તેણે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા લગાવ્યા. તેની આ ઈનિંગના સહારે નેપાળે 50 ઓવરમાં 9 વિકેટે 242 રન બનાવ્યા. જવાબમાં મેજબાન યુએઈની આખી ટીમ માત્ર 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આની સાથે જ નેપાળે ત્રણ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે હાફ સેન્ચુરી લગાવવાની વાત કરીએ તો આ રેકોર્ડ સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર જોહમરી લોગટેનબર્ગના નામે છે જેણે માત્ર 14 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી