Not Set/ ન ગાળ કે ગોળી, કાશ્મીરીઓને ભેટીને સમસ્યાનો લાવશુ ઉકેલ: મોદી

લાલકિલ્લા પરથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ કહ્યું કે આપણે સહુએ ન્યૂ ઈન્ડિયાનો સંકલ્પ કરીને દેશને આગળ વધારવાનો છે. દેશ બદલાયો છે, બદલાઈ રહ્યો છે અને બદલાઈ શકે છે. આપણે એ વિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવાનું છે. આપણે ચલતા હૈ અભિગમનો ત્યાગ કરવાનો છે અને બદલ સકતા હૈ નો નવો અભિગમ અપનાવવાનો છે. આ અભિગમ […]

India
modi red 1502768841 ન ગાળ કે ગોળી, કાશ્મીરીઓને ભેટીને સમસ્યાનો લાવશુ ઉકેલ: મોદી

લાલકિલ્લા પરથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ કહ્યું કે આપણે સહુએ ન્યૂ ઈન્ડિયાનો સંકલ્પ કરીને દેશને આગળ વધારવાનો છે. દેશ બદલાયો છે, બદલાઈ રહ્યો છે અને બદલાઈ શકે છે. આપણે એ વિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવાનું છે. આપણે ચલતા હૈ અભિગમનો ત્યાગ કરવાનો છે અને બદલ સકતા હૈ નો નવો અભિગમ અપનાવવાનો છે. આ અભિગમ દેશની પ્રગતિમાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે સુદર્શનધારી મોહનથી લઈ ચરખાધારી મોહન સુધી આપણી સાંસ્કૃતિક પરંપરા રહી છે. દેશની આઝાદી માટે, આન-બાન શાન અને ગૌરવ માટે જે જે લોકોએ તેમનું યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે એવા તમામ મહાનુભવા, માતા-બહેનોને લાલ કિલ્લા પરથી 125 કરોડ દેશવાસીઓ તરફથી તેમને નમન કરું છું. ક્યારેક પ્રાકૃતિક મુશ્કેલીઓ આપણી માટે મુશ્કેલી બની જાય છે. સારો વરસાદ, દેશને સારું યોગદાન આપે છે. આઝાદ ભારત માટે વિશેષ વર્ષ રહેશે. અંગ્રેજો સામે દેશે સામૂહિક પ્રદર્શન કર્યું હતું. ન્યૂ ઈન્ડિયા માટે સામૂહિક સંકલ્પ લેવાનો સમય છે. સામૂહિક શક્તિ જ સફળતાની સીડી છે. 2018ની 1 જાન્યુઆરીને સામાન્ય 1 જાન્યુઆરી નથી માનતો. 21મી સદીમાં જન્મેલા નવયુવાનો માટે આ મહત્વપૂર્ણ વર્ષ છે. 21મી સદીનું ભાગ્ય આ નવયુવા બનાવશે. આ યુવાનો પ્રથમ વાર વોટ કરશે. સાધન, સંસાધન હોય પરંતુ તેમાં ત્યાગ અને તપસ્યા જોડાય ત્યારે તેમાં ખૂબ મોટું પરિવર્તન આવે છે. સંકલ્પ સિદ્ધિ સાથે જોડાઈ જાય છે. દેશની સુરક્ષા આમ જનતાના દિલમાં ખૂબ મોટી વાત છે. બલિદાનની પરાકાષ્ઠા કરવામાં આપણા વીર ક્યારેય પાછળ નહીં રહે. યૂનિફોર્મમાં રહેતા લોકોએ ત્યાગ કર્યો છે. સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે વિશ્વને આપણની તાકાતનો પરિચય થયો. દેશમાં આજે ઇમાનદારીનો ઉત્સવ મનાવવામાં આવે છે. બેઈમાનદારોને માથું છુપાવવાની જગ્યા નથી મળી રહી. આજે ગરીબોને લૂંટીને તેમની તિજોરી ભરનારા નિરાંતે ઉંઘી શકતા નથી. હવે ગરીબોના મનમાં એવો વિશ્વાસ પેદા થઈ રહ્યો છે કે આ દેશ ઇમાનદારો માટે છે. સેના માટે વર્ષોથી અટકેલા વન રેન્ક વન પેન્શનને અમુ લાગુ કર્યો. GST જે રીતે સફળ થયું તેની પાછળ અનેક લોકોનો હાથ છે. આજે બેમણી સ્પીડથી સડકો બની રહી છે. 14 હજારથી વધુ ગામનો પ્રથમવાર વીજળી મળી છે. 29 કરોડ ગરીબોના બેંક એકાઉન્ટ ખૂલ્યા છે. સરકાર જે કહે છે તે હવે કરવા પ્રતિબદ્ધ છે. જમ્મુ-કાશ્મીરનો વિકાસ, સામાન્ય નાગરિકોના સપના પૂરા કરવાનો દેશવાસીઓનો સંકલ્પ છે. કાશ્મીરની અંદર જે કંઈ થાય છે તેના પર ખૂબ આક્ષેપો થાય છે. કાશ્મીરમાં જે કંઈ થઈ રહ્યું છે તે અંગે મારું માનવું છે કે ન ગાળથી સમસ્યા ઉકેલાશે કે ન ગોળીથી, કાશ્મીરીઓને ગળે લગાવીને પરિવર્તન થશે. આતંકવાદીઓને અમે વારંવાર કહ્યું છે કે તમે મુખ્યપ્રવાહમાં આવો. આતંકીઓ પ્રત્યે કોઈ ઢીલાશ નહીં દાખવવામાં નહીં આવે. અલગતાવાદીઓ નવા-નવા પેંતરા અજમાતા રહે છે પરંતુ આતંકીઓ પ્રત્યે કૂણું વલણ નહીં દાખવવામાં આવે..તો આ તમામ મુદ્દાઓ પર વાત કરવાની સાથે સાથે પીએમ મોદીએ ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં બાળકોના થયેલા મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું…અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી..