રાજ્યમાં કોરોનાને કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે પંચમહાલમાં વધું 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. 18 વર્ષીય યુવતી અને 47 વર્ષીય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે.
18 વર્ષીય યુવતીને લોકલ સંક્રમણને કારણે કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહિલાના પતિનો રિપોર્ટ પહેલાથી પોઝિટીવ આવ્યો હતો.જેના કારણે મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.
આપને જણાવી દઈએ કે હાલ આ બંને દર્દીઓની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઉલ્લેખનિય છે કે પંચમહાલમાં જિલ્લામાં પોઝિટીવ કેસની કુલ સંખ્યા 14 પર પહોંચી છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.