હસીબ વર્તમાનમાં આર્ટ અને થિયટરનું મિશ્રિત રૂપથી થિયેટર વેલી ચલાવે છે. થિયેટર વેલી બંને દષ્ટિકોણ પર સક્રિય રૂપથી કાર્ય કરે છે.
પાકિસ્તાનમાં એક શિક્ષકને મૂછના કારણે નોકરી પરથી નિકાળી દેવામાં આવ્યા હતા. આ પર શાળાના પ્રશાસનનું કહેવું છે કે, પરફેક્ટ મૂછ રાખવાના કારણે શિક્ષકને નિકાળવામાં આવ્યો હતો. શિક્ષક હસીબ અલી ચિસ્તી કહે છે કે, પ્રશાસનનું કહેવું છે કે, મારી મૂછો વિદ્યાર્થીઓને “લિબરલ આઈડિયા” આપે છે.
ફેસબુક પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યો હતો. લેખમાં તેમને કે, પાકિસ્તાની શિક્ષા પ્રણાલીમાં રહેલી આવી વિચારસરણીને ઉજાગર કરી છે. તેમને શાળા પ્રશાસન પર પોતાનો ગુસ્સો પણ નિકાળ્યો હતો. હસીબ લખે છે કે, “શાળા પ્રશાસનનું કહેવું છે કે, મારી મૂછો બાળકોને લિબરન આઈડિયા (ઉદાર વિચાર) આપે છે. હું જવાન છુ અને હેન્ડસમ છું, જેનાથી શાળાની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ વિચલિત થશે. નોકરીથી નિકાળવા માટે આ કેટલો ખરાબ તર્ક છે.”
હસીબે આગળ લખ્યું છે કે, “શાળા પ્રશાસન મારી સાથે વાતચીત કરવા પર પણ વિદ્યાર્થીઓને દંડ ફટકારે છે. હું જોવું છુ કે શાળા પોતાના ‘રૂઢિવાદી દષ્ટિકોણ’ પર ગર્વ કરે છે. આ રૂઢિવાદી અભિગમના કારણે જ્યાં નાટક અને ડાંસને અણઘડ ગણવામાં આવે છે. શાળામાં છોકરીનું છોકરા સાથે વાત કરવાને ખોટું માનવામાં આવે છે. આ બધી બાબતો શાળાની વિચારસરણીને દર્શાવે છે.”