સતત વધી રહેલા અમેરિકાના દબાણ અને UN સામાન્ય સભામાં ભારત તરફથી મળેલી લપડાક બાદ આખરે પાકિસ્તાન સેનાએ પોતાનું કબુલનામું સ્વીકાર કર્યું છે. ગુરુવારે પાક. સેનાએ કબુલ કરતા જણાવ્યું કે, તેમની ઈન્ટેલિજન્સ એજન્સી ISI ના આતંકવાદીઓ સાથે સંબંધો છે.
આ અંગે વધુ જણાવતા કહ્યું, તેનો ઉલ્લેખ એ નથી કે આઇએસઆઇ આતંકવાદીઓની મદદ કરી રહી છે. જ્યારે બીજી બાજુ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા જેવા આતંકી ગ્રૂપની પોલિટિકલ પાર્ટી મિલી મુસ્લિમ લીગ ચૂંટણી લડવા માટે પૂર્ણરુપે સ્વતંત્ર હોવાની વાત પણ કરી.
ISI અને આતંકિવાદીઓના કનેક્શન પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા દાવાને લઈ જવાબમાં ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશનના ડીરેક્ટર જનરલ મેજર આસિફ ગફૂરે કહ્યું, ‘સમર્થન કરવામાં અને સંબંધ હોવામાં ફરક છે. એકપણ એવી ગુપ્તચર સંસ્થાનું નામ આપો જેમના આતંકવાદી જૂથો સાથે સંબંધ ન હોય. આ લિંક્સ ક્યારેક સકારાત્મક પણ હોઈ શકે છે. તેમજ અમેરિકાએ એવું નથી કહ્યું કે ISI આતંકવાદીઓનું સમર્થન કરે છે.’