સુરેન્દ્રનગર/ પાટડી મામલતદાર કચેરીમાં  પગારના ધાંધિયા:બે માસથી નથી મળ્યો પગાર

એટલું જ નહીં માત્ર એક માસનો પગાર કરવામાં આવે છે અને પાછલા બે માસનો પગાર છેલ્લા કેટલાક મહિનાઓથી કરવામાં આવતો નથી

Gujarat Others
પગાર
  • સામાન્ય સ્થિતિ ધરાવતા આઉટસોર્સના કર્મચારીને ઘર ચલાવવુ બન્યુ મુશ્કેલ
  • પગાર નથી મળ્યો છતાં કર્મચારીઓ મૌન:જાગૃત નાગરિક થકી સમગ્ર મામલે વિગતો બહાર આવી
  • ડ્રાઈવર,ચોકીદાર,પ્યુન સહિત ૮ આઉટસોર્સના કર્મચારીના પગર અટવાયા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી સ્થિત દસાડા તાલુકા સેવા સદનમાં આવેલ મામલતદાર કચેરીમાં ડ્રાઇવર,પટ્ટાવાળા, ચોકીદાર સહિત વિવિધ જગ્યા પર ફરજ બજાવતા આઠ જેટલા આઉટ સોર્સના કર્મચારીઓના પગારમાં અવાર નવાર ધાંધિયા થતા હોય છે ત્યારે બે મહિનાથી પગાર ન થયો હોવાની વિગતો સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ આઉટસોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ ને બે મહિનાથી વધુનો પગાર આપવામાં આવ્યો નથી આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી દ્વારા પગાર ન કરવામાં આવતા સામાન્ય પરિસ્થિતિ ધરાવતા કર્મચારીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

આઉટસોર્સના કર્મચારીઓ નોકરી ગુમાવાના ભયના ઓથાર હેઠળ બોલી પણ શકતા નથી પરંતુ એક જાગૃત નાગરિકને આ બાબતનો ખ્યાલ થતાં તેના દ્વારા સમગ્ર બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સમગ્ર વિગત બહાર આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એજન્સીના જવાબદાર વ્યક્તિ દ્વારા ગ્રાન્ટ ન મળી હોવાનું બહાનું કાઢવામાં આવી રહ્યું છે અને બે મહિનાનો પગાર કરવામાં આવ્યો નથી.

એટલું જ નહીં માત્ર એક માસનો પગાર કરવામાં આવે છે અને પાછલા બે માસનો પગાર છેલ્લા કેટલાક મહિનાઓથી કરવામાં આવતો નથી એક પગાર થાય છે ત્યાં બે પગાર બાકી રહેતા હોય છે જેના કારણે સામાન્ય સ્થિતિ ધરાવતા આઉટસોર્સના કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમનો રેગ્યુલર પગાર કરવામાં આવે તેવી માગ જાગૃત જનોમાં ઉઠવા પામી છે જો કે આ બાબતે આઉટસોર્સના કર્મચારીઓ મૌન સેવ્યું છે પરંતુ તેમની સાથે તથા શોષણ બાબતે જાગૃત નાગરિકે સમગ્ર મામલે અવાજ ઉઠાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: