પાટણ જિલ્લામાં આજે 2 વધુ કોરોના પોઝેટીવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ 17 કેસ નોંધાયા છે. સિદ્ધપુર તાલુકાના ઉમરૂમાં એક અને સરસ્વતી તાલુકાના ભીલવણમાં એક પોઝેટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઉમરૂ ગામના ઈસમ સિફા હોસ્પિટલમાં કામ કરતો હોવાથી સંપર્કમાં આવેલ જેથી તેને ગત 19 એપ્રિલથી કવોરન્ટીન કરવામાં આવેલ હતો. જયારે આજે પોઝેટીવ રિપોર્ટ આવતા હોવાથી ગામમાં દહેશતનો માહોલ છે.
કાકોશી પોલીસ અને ગ્રામજનો દ્વારા ગામના મુખ્ય પ્રવેશ દ્વારને વાંસ દ્વારા બંધ કરી ગામમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવ્યું છે અને ગામને કોર્ડન કરી દેવામાં આવ્યું છે આરોગ્યની પહોંચી ગામમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
જયારે ગામમાં પ્રવેશતા ગામના અગ્રણીઓ દ્વારા ગામમાં સેનેટાઇઝ દવાનો છંટકાવ તેમજ લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે તેમજ ગ્રામજનો અને પોલીસ દ્વારા ગામને સંપૂર્ણ લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.