વેબ સિરીઝ પાતાલ લોકથી ડિજિટલ પ્લેટફોર્મ પર પગ મૂકનાર અનુષ્કા શર્મા ચાહકો માટે એક સરપ્રાઈઝ લઈને અવી રહી છે. અનુષ્કાએ પોતાની વેબ ફિલ્મ બુલબુલનો પહેલો લુક શેર કર્યો છે. આ ફિલ્મ 24 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે. અનુષ્કાએ ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે, જેમાં લખ્યું છે – બુલબુલનો ફર્સ્ટ લુક, આત્મ-શોધ અને ન્યાય વિશેની એક તેજસ્વી વાર્તા, વિદ્યા, રહસ્ય અને ષડયંત્રથી લપેટાયેલ, જલ્દીથી નેટફ્લિક્સ પર આવી રહી છે. વધુ શેર કરવા માટે રાહ જોઈ નથી શકાતી.
બુલબુલ અનુષ્કા શર્માના ક્લીન સ્લેટ પ્રોડક્શન હાઉસની આગામી પેશકર છે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. વાર્તા અંધશ્રદ્ધા અને માન્યતાઓની આસપાસ ફરે છે. ફિલ્મમાં અવિનાશ તિવારી, ત્રૃપ્તિ ડિમરી, રાહુલ બોઝ, પરમબ્રાતા ચેટર્જી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. વાર્તા વિશે વાત કરવામાં આવ એતો, આ સત્ય નામની વ્યક્તિની વાર્તા છે જે ઘણા વર્ષો પછી પોતાના ગામ પરત આવે છે અને જુએ છે કે તેના ભાઈની પત્ની બુલબુલનો ત્યાગ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે બુલબુલમાં અલૌકિક તત્વો છે.
અનુષ્કાએ ફિલ્મ સાથે જોડાયેલી વધારે માહિતી શેર કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એ 8 પ્રોજેક્ટ્સમાંથી એક છે જેના પર તેમના પ્રોડક્શન હાઉસ કામ કરી રહ્યું છે. ગયા મહિને રાજીવ મસંદ સાથેની વાતચીતમાં અનુષ્કાએ કહ્યું હતું કે તે નિર્માતા બનવાની મજા લઇ રહી છે. તે છેલ્લે શાહરૂખ ખાન અને કેટરીના કૈફની અપોજિટ ‘ઝીરો’માં જોવા મળી હતી.
અનુષ્કા હાલમાં પતિ વિરાટ કોહલી સાથે ક્વાલિટી ટાઈમ વિતાવી રહી છે. તે ચાહકો માટે પરિવારની સાથે મસ્તી કરતા વીડિયો અને ફોટા શેર કરતી રહે છે.
આપને જણાવી દઈએ કે ગયા મહિને અનુષ્કાની વેબ સીરીઝ પાતાલ લોક રિલીઝ થઈ છે. વેબ સિરીઝને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ વેબ સીરીઝથી અનુષ્કાએ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….