મહારાષ્ટ્રનાં પાલઘરમાં ટોળાએ બે સાધુઓને માર માર્યા બાદ સમાજમાં ભારે રોષ છે. અખાડા પરિષદનાં પ્રમુખ નરેન્દ્ર ગિરીએ મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં રાવણ રાજ ચાલી રહ્યો છે. જો અમને વહેલી તકે ન્યાય ન મળે તો લાખો કરોડો નાગા સાધુ મહારાષ્ટ્રની કૂચ કરશે. આ સાથે નરેન્દ્ર ગિરીએ આ ઘટના અંગે મહારાષ્ટ્ર પોલીસ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેવી રીતે પોલીસની સામે બે સાધુઓને માર્યા ગયા.
નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, રાજ્યમાં જે રીતે લોકડાઉન ચાલી રહ્યું છે તેમ છતાં આટલી મોટી સંખ્યામાં લોકો આ માટે એકઠા થયા હતા અને પોલીસ ત્યાં મૂકદર્શક બની રહી હતી. તે બતાવે છે કે મહારાષ્ટ્રની પોલીસ સંપૂર્ણ રીતે અસમર્થ છે. આપને જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લામાં ટોળાને માર મારતા ત્રણ લોકોની હત્યાનાં મામલામાં રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનાં આદેશ આપ્યા છે. રાજ્યનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે રવિવારે આ માહિતી આપી. દેશમુખે પણ આ ઘટનાને કોઈ સાંપ્રદાયિક રંગ ન આપવા ચેતવણી આપી છે.
ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વિટ કર્યું હતું કે, “પાલઘરમાં સુરત જતા ત્રણ લોકોની હત્યામાં સામેલ 101 લોકોને પોલીસે અટકાયતમાં લીધા છે.” હત્યાનાં કેસમાં ઉચ્ચસ્તરીય તપાસનાં મે આદેશ આપ્યા છે, પોલીસ આ ઘટના દ્વારા સમાજમાં વિખવાદ પેદા કરવા ઇચ્છતા લોકો, પાલઘરની ઘટનામાં માર્યા ગયેલા અને હુમલો કરનાર લોકો પર નજર રાખી રહી છે, તેઓ જુદા જુદા ધર્મોનાં ન હોતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.