નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે જોડાયેલા ખાતાધારકો અને પેંશનરો માટે આધાર કાર્ડ અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. EPFO ખાતા ધારકો અને પેન્શનરોને 31 માર્ચ સુધી પોતાનો આધાર નંબર કે તેના માટે આવેદાનનો પૂરાવો જમા કરાવવાનો નિર્દેશ આપવમાં આવ્યો છે. અત્યારે EPFO ના કર્મચારી પેન્શન યોજના (PS) થી ચાર કરોડ ખાતાધારકો અને 50,000 પેન્શનર જોડાયેલા છે.
સરકારે આ નિર્ણય આધાર એક્ટ 2016 ની ધારા -7 મુજબ કરવામાં આવ્યું છે. જેમા સરકારી સબ્સિડિયો અને અન્ય લાભો માટે આધાર નંબરને ફરિજીયાત બનાવવાનો જોગવાઇ કરવામાં આવી છે. નવા નોટિફિકેશન મુજબ જો કોઇ ખાતા ધારક પોતાનો આધાર નંબર નથી આપે તો સરકાર તેના ખાતામાં મળનાર સહાય બંધ કરી દેશે. દર મહિને કેન્દ્ર સરકાર તમામ સભ્યોના પેશન ખાતામાં 1.16 ટકા અંશદાન આપે છે. જ્યારે 8.33 ટકા યોગદાન સભ્યોએ કરવું પડે છે. તના પર વાર્ષિક 850 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.
ઇપીએફઓના કેન્દ્રીય ભવિષ્ય નિધિ વીપી જોયે કહ્યું હતું કે, પેન્શનધારકો સાથે-સાથે અંશધારકોને આધાર કે પછી તે માટે 31 માર્ચ 2017 સુધીમાં અરજી કરી દેવી પડશે. આ ઇપીએએફઓ દ્વારા મળતી સેવા માટે જરૂરી છે. જૉયે કહ્યું હતું કે, અમે મહિનાના અંતે સ્થિતિની સમિક્ષા કરીશું. અને યોગાદાન આપનાર અને પેન્શનરોને 12 અંક વાળી આધાર સંખ્યા આપવા માટે થોડો વધારે સમય આપી શકે છે. EPFO એ પોતાના 120 પ્રાદેશીક કાર્યાલયો આ અંગે કર્મચારીઓ માટે શેરધારકો અને પેન્શનરો વચ્ચે જાગરૂપક્તા પેદા કરવા માટે વ્યાપક પ્રચાર પ્રસાર કરવા માટે કહ્યું છે.