કોરોનાવાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રની એક હોસ્પિટલનાં આઈસીયુ વોર્ડમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ આગ પુણે છાવણી વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં લાગી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગ હોસ્પિટલનાં આઈસીયુ વોર્ડમાં લાગી છે. નવી માહિતી મુજબ ફાયર બ્રિગેડનાં ત્રણ વાહનો સ્થળ પર આગને કાબૂમાં લેવામાં રોકાયેલા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આજે દેશમાં કોરોના કેસનો આંક 40 લાખને પાર પહોંચી ગયો છે. ત્યારે સતત વધી રહેલા કોરાનાનાં કેસને જોતા નજીકનાં ભવિષ્યમાં વિશ્વમાં આપણુ કોરોના સંક્રમિતોમાં સ્થાન બીજા નંબર પર પહોંચી જાય તો નવાઇ નહી.
Maharashtra: Fire breaks out at ICU ward of Sardar Vallabhbhai Patel Hospital at Pune cantonment. Three fire tenders rushed to the spot. More details awaited.
— ANI (@ANI) September 5, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.