નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સૌથી બહુજન સમાજ પાર્ટી મજબૂત પક્ષોમાનો એક હોવા છતા માયાવતીને કહેવું પડ્યુ છે કે, ચૂંટણી બાદ જો સ્પષ્ટ બહુમતી નહી મળે તો તે વિરોધપક્ષમાં બેસવાનું પસંદ કરશે. બીજેપી કે અન્ય કોઇ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરીને સરકાર નહી બનાવે.
સત્તા પર મુખ્ય દાવેદારોમાં બીજા કોઇ પક્ષોએ આ પ્રકારનું નિવેદન નથી આપ્યું. ભાજપ હોય કે, સપા-કૉંગ્રેસ ગઠબંધન, બે તૃત્યાંસ બહુમત નીચેની વાત કોઇ બોલવા તૈયાર નથી. ત્યારે માયાવતી એકલા એવા નેતા છે જે એવા સમયે આ પ્રકારનું નિવેદન આપીને જોખમ લીધું છે. જ્યારે 330 બેઠકો માટેનું મતદાન બાકી છે.